પ્રજ્ઞાશાળા કેશરડી,તાલુકો-બાવળા,જી-અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રજ્ઞા શાળા કેશરડી દ્વારા તારીખ - ૨૯/૦૩/૧૪ ના રોજ મુખપત્ર નું વિમોચન કરવામાં આવ્યું છે.જે આપ દર્પણ નામના પેજ પરથી ડાઉનલોડ કરી શકશો.-આભાર

બુધવાર, 4 મે, 2011

જીવનશાળા કેશરડી,તાલુકો - બાવળા,જિ-અમદાવાદ

          પ્રજ્ઞા કાર્યક્રમને અસરકારક રીતે સફળ બનાવવા માટે શું કરવું જોઈએ ?
 • ધો-1 માં જયારે બાળક અને વાલી આવે ત્યારે પ્રજ્ઞા અભિગમ વિશે કમ્યુટરમાં એક ફોર્મેટ તૈયાર કરી તેની પ્રિન્ટ આઉટ અથવા ઝેરોક્ષ કરીને વાલીને આપો અને વાલીને આ કાર્યક્રમની સમજ આપો.
 • દરરોજનું આયોજન નકકી કરીને તે પ્રમાણે વર્ગમાં પ્રવૃતિ કરાવો.
 • વર્ગમાં ટી.એલ.એમ પૂરતાં પ્રમાણમાં રાખો જેથી એકથી વધારે બાળકોને જયારે ઉપયોગ કરવાનો થાય ત્યારે તે લઈ શકે.
 • જૂથમાં હોંશિયાર,મધ્યમ તથા ધીમું શીખનાર બાળકોનો સમાવેશ કરવો.
 • વાલી જયારે શાળામાં આવે ત્યારે તેના બાળકે કરેલી પ્રવૃતિ બતાવવી.
 • બાળકોને તેમને જોઈતી સ્ટેશનરી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરો.
 • કાર્ડ પર આપેલ ચિત્રો યાદ રાખવાની બાળકને કોઈ જરૂર નથી.
 • બાળકના કાર્યને વર્ગ સમક્ષ બિરદાવો.

   પ્રવેશોત્સવ વખતે વાલીઓને પ્રજ્ઞા કાર્યક્રમ વિશે આપવાની સુચના


 • આપણી ................................................. માં ચાલુ વર્ષથી પ્રજ્ઞા કાર્યક્રમ ધોરણ 1 અને ધોરણ 2 માં અમલી બન્યો છે.

 • પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન.

 • પ્રજ્ઞા કાર્યક્રમ સંપૂર્ણ પ્રવૃતિ આધારીત કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ મઝા આવશે.

 • બાળકોને જરૂરી તમામ સામ્રગી જેવી કે પેન્સિલ,રબર,સંચો,બીજી અન્ય સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવશે.

 • ભાર વગરના ભણતર અન્વયે તથા બાળકોને જરૂરી સામ્રગી શાળામાંથી આપવાની હોવાથી બાળકે દફતર લઈને આવવાનું રહેશે નહીં.

 • સમયાંતરે આપના બાળકોની સિધ્ધીની જાણ આપને કરવામાં આવશે.

                                                                                                            આચાર્યશ્રી
                                                                                                    ..................... પ્રા.શાળા
                                                                                         તાલુકો - .............. જિ-........................

ટિપ્પણીઓ નથી: